WhatsApp ફરી લાવ્યુ નવું ફિચર, લાઇવ લોકેશન કરી શકશો શૅર - Gujarati News Center

Gujarati News Center

A lending news, Gujarati Samachar, Politics news, job update, India news, technology, Trick &tips all gujarat news paper.

Breaking

Jadav Vijay K

Wednesday, 18 October 2017

WhatsApp ફરી લાવ્યુ નવું ફિચર, લાઇવ લોકેશન કરી શકશો શૅર



WhatsApp  પર લોકેશન શેરિંગનું ફિચર પહેલાથી જ છે. પરંતુ WhatsAppએ મંગળવારે વધુ એક નવું લાઇવ લોકેશન શેરિંગ ફિચર લોન્ચ કર્યુ છે, જેની હેઠળ તમે તમારું લાઇવ લોકેશન તમારા કૉન્ટેક્ટ્સમાં શૅર કરી શકશો.

આ ફિચર લોન્ચ કરવાનો હેતુ વિશે વાત કરતા WhatsApp કહ્યુ કે, ”તમે તમારા ફ્રેન્ડ્સને મળવા જઇ રહ્યો છો અથવા તો તમે જણાવવા ઇચ્છો છો કે તમે સુરક્ષિત છો અને તમારી લોકેશન કોઇની સાથે શૅર કરવા ઇચ્છો છો તો આ રીતે તમે તમારા કૉન્ટેક્ટ્સના લોકોને જણાવી શકો છો કે તમે ક્યાં છો.”
જો તમે એકલા, કોઇ ટ્રિપ અથવા તો કોઇ કામ માટે બહાર છો તો WhatsAppના રિયલ ટાઇમ લોકેશન શેરિંગ ફિચરથી તમે  પોતાનું લોકેશેન શૅર કરી શકશો અને ફ્રેન્ડ અથવા તો ફેમિલીને જણાવી શકશો કે તમે સલામત છો, તેઓ જાણી પણ શકશે કે તમે ક્યાં છો. જો કોઇ સમસ્યા કે તકલીફ પડે અથવા તો તમે ક્યાંય ફસાઇ જશો તો તમારા કૉન્ટેક્ટ્સને ખબર પડી જશે કે તમે કોઇ મુશ્કેલીમાં છો..
Whatsapp  લાઈવ લોકેશન ફિચર પર છેલ્લા કેટલાક સમયથી કામ ચાલી રહ્યું હતું. આ ફીચર પણ મેસેજની માફક જ એન્ડ-ટૂ-એન્ડ ઈન્ક્રિપ્ટ હશે, મતલબ કે તમે જેની સાથે તમારી માહિતી શેર કરો છો તેના સિવાય કોઈ ત્રીજો વ્યક્તિ તેને જોઈ નહીં શકે. ફેસબુક મેસેન્જર, ટેલિગ્રામ અને આઇમેસેજ પર આ ફિચર પહેલાથી જ છે.
કેવી રીતે કરશે કામ:
સૌથી પહેલા એપલ સ્ટોર અથવા તો ગૂગલ પ્લે સ્ટોરમાં જઇ તમારું WhatsApp અપડેટ કરો. એપને અપડેટ કર્યા પછી તેને ઑપન કરો. એપ ઑપન કર્યા પછી તે કૉન્ટેક્ટ્ પર જાઓ જેણે તમે લોકેશન શૅર કરવા ઇચ્છો છો. ચેટ બૉક્સ ઑપન કરો અને સેન્ડ બૉક્સમાં એટેચમેન્ટ ઑપન કરી લૉકેશન પર ટેપ કરો. અહીંયા ‘Share Live Location’ નવો ઑપ્શન જોવા મળશે. તેના પર ટેપ કરી અને સેન્ડ ઑપ્શન સિલેક્ટ કરો. હવે તે કૉન્ટેક્ટ તમારું લાઇવ લોકેશન એક રિયલ-ટાઇમ મેપ જોઇ શકશે. જો તમે કોઇ ગ્રુપમાં શૅર કરો છો તો ગ્રુપના તમામ મેમ્બર રિયલ ટાઇમ મૂવમેન્ટ જોઇ શકશે.
WhatsApp એ આ ફિચર એન્ડ્રોઇડ અને iOS માટે રોલ આઉટ કરી દીધું છે અને આગામી અઠવાડિયામાં તમામ ફોન પર આ ફિચર રોલઆઉટ કરવામાં આવશે.

No comments:

Post a Comment