ત્રણ મહિનામાં સૌથી વધુ વેચાયો આ સ્માર્ટફોન, તમે પણ જાણી લો નામ - Gujarati News Center

Gujarati News Center

A lending news, Gujarati Samachar, Politics news, job update, India news, technology, Trick &tips all gujarat news paper.

Breaking

Jadav Vijay K

Thursday, 26 October 2017

ત્રણ મહિનામાં સૌથી વધુ વેચાયો આ સ્માર્ટફોન, તમે પણ જાણી લો નામ


શાઓમીના સ્માર્ટફોન Redmi Note 4 સતત ત્રીજા ક્વોર્ટર (કેલેન્ડર વર્ષ)માં સૌથી વધારે વધારે વેચાનાર ફોન બની ગયો છે. ટેકનોલોજી માર્કેટ રિસર્ચ કંપની કાઉન્ટરપોઈન્ટની વર્ષની 2017ના થર્ડ ક્વોર્ટરમાં આ રિપોર્ટનો ખુલાસો થયો છે.
શાઓમીની સ્પીડ સૌથી ફાસ્ટ પરંતુ સેમસંગ હાલ પણ નંબર-1
કાઉન્ટર પોઈન્ટ રિસર્ચ એસોસિએટ નિર્દેશક (મોબાઈલ ડિવાઈસ એન્ડ ઈકોસિસ્ટમ) તરૂણ પાઠક અનુસાર શાઓમી દેશમાં સૌથી ફાસ્ટ રીતે વધી રહેલ કંપની બની ગઈ છે. તરૂણના જણાવ્યા અનુસાર વર્ષ 2016માં ભારતમાં મિડ રેન્જ (લગભગ 10,000 રૂપિયા)ના બજારે સ્પીડ પકડવાની શરૂઆત કરી છે. આ સમયે શાઓમીએ પોતાનો Redmi Note 4 સાથે ભારતીય પહોંચી અને સૌથી વધારે વેચાનાર મોર્ડલ બની ગયો. આ ફોન બે વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. 3GB/32 રેમ વેરિએન્ટની કિંમત 9999 રૂપિયા છે, જ્યારે 4GB/64GB રેમ વેરિએન્ટની કિંમત 12,999 રૂપિયા છે.



કાઉન્ટર પોઈન્ટની રિપોર્ટ અનુસાર ભલે શાઓમી સૌથી ફાસ્ટ આગળ વધનાર કંપની હોય પરંતુ તે છતાં સેમસંગ હજું પણ ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં અવ્વલ છે. તેની માર્કેટમાં ભાગીદારી 22.8 ટકા છે.
Redmi Note 4 ફોનના ફિચર્સ
– આ ફોનમાં 5.5 inchની ફુલ HD 2.5 કર્વ્ડ ગ્લાસ ડિસ્પલે આપવામાં આવી છે.
– 2GHz સાથે 625નું સ્નેપડ્રેગન પ્રોસેસર આપવામાં આવ્યો છે.
– ફોનમાં ડ્યુઅલ ટોન એલઈડી ફ્લેશ સાથે 13 એમપીનો રિયર કેમેરો અને 5 એમપીનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
– ફોનમાં 4100mAh બેટરી આપવામાં આવી છે. આ ડ્યુઅલ સિમ 4G ફોન છે.

No comments:

Post a Comment