મેસેજિંગ એપ WhatsApp પર એક મોટી અપડેટ આવવાની છે. આ એપના બીટા વર્ઝનમાં એક નવું ફિચર જોડવામાં આવ્યુ છે. જ્યારે પણ કોઇ યૂઝર પોતાના WhatsApp એકાઉન્ટથી લિંક ફોન નંબર બદલશે ત્યારે તેના તમામ કૉન્ટેક્ટ્સને નોટિફિકેશન મળશે.
એક રિપોર્ટ અનુસાર, WhatsAppના લેટેસ્ટ બીટા વર્ઝન(2.17.375)માં આ ફિચર જોડવામાં આવ્યુ છે. જોકે આ ફિચક યુઝર તેને પોતાની સુવિધા મુજબ પસંદ કરી શકે છે કે નંબર બદલવા પર જતું નોટિફિકેશન કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા નંબરમાંથી કોને કોને મળશે. અથવા જેની સાથે ચેટ કરવા માંગતા હોય તેને જ નોટિફિકેશન મળશે.
આ અપડેટની સાથે જ એપની સાઇઝમાં પણ ઘટાડો થશે. તેનો મતલબ એ છે કે, WhatsApp એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાની જગ્યા ઓછી રોકશે.હવે WhatsApp તમારા ફોનમાં માત્ર 6MBની જગ્યા રોકશે. હાલમાં WhatsAppની સાઈઝ લગભગ 10MB છે. આ સિવાય કંપનીએ દાવો કર્યો છે કે એપની 473 નાની-મોટી ભૂલોને પણ સુધારવામાં આવી છે.
No comments:
Post a Comment