ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યો છે મીડ રેન્જ સ્માર્ટફોન Nokia 7, જાણો ફિચર્સ અને કિંમત - Gujarati News Center

Gujarati News Center

A lending news, Gujarati Samachar, Politics news, job update, India news, technology, Trick &tips all gujarat news paper.

Breaking

Jadav Vijay K

Tuesday, 24 October 2017

ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યો છે મીડ રેન્જ સ્માર્ટફોન Nokia 7, જાણો ફિચર્સ અને કિંમત


નોકિયા સ્માર્ટફોન બનાવનાર ફિનલેન્ડની કંપની એચએમડી ગ્લોબલે હાલમાં જ Nokia 7 લોન્ચ કર્યો છે. કંપનીએ સત્તાવાર રીતે હજું ભારતમાં Nokia 7 લોન્ચ કરવાની જાહેરાત કરી નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, આ મીડ રેન્જ સ્માર્ટફોનને ભારતમાં 31 ઓક્ટોબર સુધીમાં લોન્ચ કરવામાં આવશે.
ચીનમાં કંપનીઆ પાછલા વીકમાં Nokia 7 લોન્ચ કર્યો હતો અને નોકિયા માટે ઈન્ડિયા એક બિગ માર્કેટ છે. નોકિયાના બીજા સ્માર્ટફોનનું વેચાણ ભારતમાં સારા પ્રમાણમાં થયું છે. કંપની તરફથી પણ બતાવવામાં આવ્યું હતું કે, ભારતમાં નોકિયાના એન્ડ્રોઈડ સ્માર્ટફોનને ખુબ જ પંસંદ કરવામાં આવી રહ્યાં છે, અને તેમનું વેચાણ પણ સારા પ્રમાણમાં થઈ રહ્યું છે.
Nokia 7 એક મીડ રેન્જ બજેટ સ્માર્ટફોન છે, તે માટે આશા છે કે, આને 31 ઓક્ટોબરે લોન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોનમાં Nokia 8માં આપવામાં આવેલ બોથીજ ફિચર પણ છે. જે ફિચર દ્વારા ફ્રન્ટ અને રિયર કેમેરા બંને એકસાથે કામ કરે છે અને બંને તરફની તસવીર અને વીડિયો લઈ શકાય છે.
Nokia 7માં ક્વોલકોમ સ્નેપડ્રેગન 630 પ્રોસેસર સાથે 4GBની રેમ આપી છે. જોકે, આને બે મેમોરી વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. એકમાં 4GB રેમ સાથે 64GBની ઈન્ટરનલ મેમોરી આપવામાં આવી છે, જ્યારે બીજામાં 6GB રેમ સાથે 128GBની ઈન્ટરનલ મેમોરી આપવામાં આવી છે. માઈક્રોએસડી કાર્ડ દ્વારા આની મેમોરી વધારી શકાય છે.
ફોટોગ્રાફી માટે આમાં 16 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે, જેનું એપર્ચર f/1.8 છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આમાં 5 એમપીનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
જોકે, હાલમાં Nokia 7ને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ચીનમાં તેના 4GB રેમ વેરિએન્ટની કિંમત 2,499 યૂઆન (લગભગ 25,538 રૂપિયા) છે, જ્યારે 6GB રેમ વેરિએન્ટની કિંમત 2,699 યૂઆન (લગભગ 26,502 રૂપિયા) છે.
હાલમાં ભારતમાં નોકિયાના ત્રણ એન્ડ્રોઈડ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. (Nokia 8, Nokia 6 અને Nokia 5) તે ઉપરાંત કંપનીનો સૌથી પોપ્યુલર ફિચર ફોન Nokia 3310 પણ ભારતમાં મળી રહ્યો છે. હાલમાં જ એચએમડી ગ્લોબલે Nokia 3310નો 3G વેરિએન્ટ લોન્ચ કર્યો છે, જોકે, તેને હજું ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો નથી.

No comments:

Post a Comment