ક્લિક કરીને જાણો ગુજરાતમાં ચૂંટણીની તારીખો કયા દિવસે જાહેર થશે! - Gujarati News Center

Gujarati News Center

A lending news, Gujarati Samachar, Politics news, job update, India news, technology, Trick &tips all gujarat news paper.

Breaking

Jadav Vijay K

Tuesday, 24 October 2017

ક્લિક કરીને જાણો ગુજરાતમાં ચૂંટણીની તારીખો કયા દિવસે જાહેર થશે!



ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં વિલંબ કરી વિવાદમાં ફસાયેલ ચૂંટણી પંચ દ્વારા અપાતાં નિવેદનો તેની મંશા પર સવાલો સર્જી રહ્યા છે. રવિવારે મુખ્ય ચૂંટણી કમિશનર જોતીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાલી રહેલી પૂરરાહત કામગીરી સહિતનાં વિવિધ પરિબળોને કારણે ચૂંટણી પંચે વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો નથી. જો હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતની ચૂંટણી જાહેર કરી દેવાઈ હોત તો રાજ્યમાં તાત્કાલિક આચારસંહિતા લાગુ થઈ જાત, જેને કારણે રાજ્યના સાત પૂરગ્રસ્ત જિલ્લામાં ચાલી રહેલી રાહત અને પુનર્વસનની કામગીરી પર વિપરીત અસર પડી હોત, હવે અચાનક સોમવારે જોતીએ જણાવ્યું હતું કે, હવે આ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં મોટાભાગનાં રાહત અને બચાવકામો પૂરાં થઈ ગયાં છે. તહેવારોની સિઝન પણ પૂરી થઈ છે તેથી આગામી બે દિવસમાં ગુજરાતની ચૂંટણીની જાહેરાત થઈ જશે.
હિમાચલ પ્રદેશમાં ચૂંટણીનો કાર્યક્રમ વહેલો જાહેર કરવા પર જોતીએ જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશમાં ગુજરાત પહેલાં ચૂંટણી યોજવામાં હવામાન સહિતનાં ઘણાં પરિબળો કામ કરી ગયાં છે. હિમાચલ પ્રદેશમાં સરકાર અને રાજકીય પાર્ટીઓએ પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષાને કારણે મધ્ય નવેમ્બર પહેલાં ચૂંટણી યોજવાની વિનંતી કરી હતી.
જોતીએ જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશ અને ગુજરાત પાડોશી રાજ્યો નથી. એક રાજ્યનાં મતદાનની પેટર્નની અસર બીજા રાજ્યમાં ન થાય તેની કાળજી ચૂંટણી પંચ લેતું આવ્યું છે, તેથી હિમાચલ પ્રદેશની મતગણતરી 18 ડિસેમ્બરે રખાઈ છે. તે પહેલાં ગુજરાતમાં મતદાન પૂરું થઈ જશે.
શું રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે નથી જતા?: સીઈસીનો કોંગ્રેસને સવાલ
મુખ્ય ચૂંટણી કમિશનર એ. કે. જોતીએ કોંગ્રેસના આરોપોનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, અમે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત પહેલાં કોઈને જાહેરાત કરતાં અટકાવી શકીએ નહીં. અમે ગુજરાત જઈને જાહેરાતો કરતા કોઈને અટકાવ્યા નથી. રાહુલ ગાંધી સોમવારે ગુજરાતની મુલાકાતે ગયા છે. મતદારોને પોતાની તરફેણમાં કરવા કોઈપણ નેતા રાજ્યની મુલાકાત લઈ શકે છે. એક વાર આચારસંહિતા લાગુ થયા બાદ નેતાઓ મતદારોને પ્રભાવિત કરે તેવી જાહેરાત કરી શકે નહીં. અગાઉ કોંગ્રેસે આરોપ મૂક્યો હતો કે, પીએમ મોદી યોજનાઓની જાહેરાત કરી શકે તે માટે ચૂંટણી પંચ ગુજરાતમાં ચૂંટણીની જાહેરાતમાં વિલંબ કરી રહ્યું છે.

No comments:

Post a Comment