રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેતા જિજ્ઞેશ મેવાણીએ કોંગ્રેસમાં જોડાવવાની વાતને અફવા ગણાવતાં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, તેઓ કોઇપણ રાજકીયપક્ષ સાથે જોડાવવાના નથી. તેમણે કહ્યું કે, મારી વિચારધારાની લડાઇ છે. હું કોઇ રાજકીય પક્ષમાં જોડાવું કે, વેચાઇ જાઉ તેવો સસ્તો નથી. તેમણે એવી પણ ટકોર કરી હતી કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં હું કોઇ પક્ષમાં જોડાઇશ તેવી અફવા ફેલાવવામાં આવી રહી છે પણ તે ખોટી છે. નોંધનીય છે કે ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર તો કોંગ્રેસ સાથે જોડાઈ ગયો છે અને પાટીદાર નેતા હાર્દિક પટેલ નજીકના ભવિષ્યમાં ચોક્કસ નિર્ણય લેશે એવી ચર્ચા છે.
ગઇકાલે શનિવારે ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તેડાવ્યા હતા તેઓએ દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી તે વેળાએ એવી અફવા ફેલાઇ હતી કે, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેતા જિજ્ઞોશ મેવાણી પણ કોંગ્રેસમાં જોડાઇ રહ્યાં છે તેઓ પણ દિલ્હીમાં રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા છે. આ અંગે મેવાણીએ તેમના ફેસબુક પેજ ઉપર લખ્યું હતું કે, તેઓ ગઇકાલે વડોદરામાં આશાવર્કર બહેનોને સંબોધવા પહોંચ્યા હતા તેમની લડતને ટેકો આપ્યો હતો. તેઓ દિલ્હી ગયા નથી તેવી સ્પષ્ટતા તેમણે કરી હતી.
દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ બનાસકાંઠાના વાવમાં બેઠક કરી હતી જ્યાં એક સાથે ૨,૦૦૦ લોકોને શપથ લેવડાવ્યા હતા કે, જો અગામી ૧૫ દિવસમાં તમારા એકાઉન્ટમાં ૧૫ લાખ રૂપિયા જમા ન થાય તો આ વખતે ૨૦૧૭માં ભાજપ અને વાવના ધારાસભ્ય શંકર ચૌધરીને પાડી દેજો.
No comments:
Post a Comment