જિયોએ આજે એટલે કે, 18 ઓક્ટોબરે પોતાની નવી ધન ધના ધન ઓફર્સને રજૂ કરી છે અને દાવો કર્યો છે કે, દેશના મોબાઈલ કસ્ટમર્સને સૌથી ઓછી કિંમતમાં જિયો ડિજિટલ લાઈફ સતત લાભ આપતી રહેશે. આ નવા પ્લાનનો લાભ 19 ઓક્ટોબરથી ઉપલબ્ધ થશે. જિયોના તમામ યૂઝર્સને નવા પ્લાનનો લાભ 19, ઓક્ટોમ્બરથી મળવાના ચાલું થઈ જશે. આ પ્લાનમાં જિયો યૂઝર્સ પોલીસી અનુસાર હાઈસ્પીડ ડેટા ઉપરાંત અનલિમિટેડ લોકલ-એસટીડી અને નેશનલ રોમિંગ કોલિંગ ફ્રિ કરી શકશે. વિવિધ ગ્રાહકોને નજરમાં રાખીને જિયોએ અનેક ઓફર્સ રજૂ કરી છે.
જિયોએ પોતાના ગ્રાહકો માટે 459 રૂપિયા વધુ ત્રણ મહિના સુધી અનલિમિટેડ ડેટા આપવા માટેની ઓફર્સ લોન્ચ કરી દીધી છે. આ ઓફર્સ હેઠળ ગ્રાહક ત્રણ મહિના સુધી પ્રતિદિવસે 1GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ તેમજ એપ્સની સુવિધાનો લાભ ઉઠાવી શકેશે. જોકે, અત્યાર સુધી આ પ્લાન 399 રૂપિયાનો હતો. જેમા પ્રતિદિવસ 1 જીબી ડેટા મળતો હતો. આ પ્લાન માટે કાલથી કસ્ટમર્સને 15 ટકા વધારે કિંમત ચૂકવવી પડશે.
તે ઉપરાંત જિયોએ 499 રૂપિયાનો નવો પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનમાં તેના પ્રાઈમ ગ્રાહકોને પ્રિપેઈડ યૂઝર્સને ત્રણ મહિના માટે પ્રતિદિવસે 1GB ડેટા આપવામાં આવશે તે ઉપરાંત કોલિંગ અને એપ્સની સુવિધાઓ ફ્રિમાં મળી જશે.
તે ઉપરાંત જિયોએ 149 રૂપિયાની ડબલ ધમાકા ઓફર્સ રજૂ કરી છે. આ પ્લાન હેઠળ હાલમાં પ્રોસ્ટપેડ ગ્રાહકોને 2GB ડેટા આપવામાં આવતો હતો, જેને વધારીને 4GB કરી દેવામાં આવ્યો છે. તે ઉપરાંત કોલિંગ અને એપ્સની સુવિધા ફ્રિ આપવામાં આવી રહી છે.
જે ગ્રાહકોને વધારે ડેટાના ઉપયોગની જરૂરત પડતી હોય છે, તેમના માટે જિયોએ 509 રૂપિયાનો નવો પ્લા રજૂ કર્યો છે, જેમાં 49 દિવસ સુધી પ્રતિદિવસે 2GB હાઈસ્પીડ નેટ સાથે કોલિંગ અને એપ્સની સુવિધા આપવામાં આવી રહી છે.
જે લોકો દિવસ દરમિયાન 2GB ડેટાથી વધારે ઉપયોગ કરે છે, તેમના માટે જિયોએ 999 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં ત્રણ મહિના સુધી હાઈસ્પીડ સાથે 60GB આપવામાં આવશે. વધુ એક 1999 રૂપિયાવાળા પ્લાનમાં 6 મહિનાની વેલિડિટી સાથે 125GB હાઈસ્પીડ ડેટા આપવામાં આવશે, તે ઉપરાંત 4999 રૂપિયાવાળો વાર્ષિક પ્લાન લેનાર ગ્રાહકોને 350GB ડેટા મળશે.
નાના મૂલ્યના રિચાર્જ માટે જિયોએ નજીવી કિંમતે દૈનિક અને સાપ્તાહિક પ્લાન રજૂ કર્યા છે, જેમાં ગ્રાહકોને એક દિવસના પ્લાન માટે 19 રૂપિયા, અઠવાડિયાના પ્લાન માટે 52 રૂપિયા અને મહિનાની વેલિડિટીવાળો પ્લાન લેવા માટે 98 રૂપિયાની ચૂકવણી કરવી પડશે. જેમાં અનલિમિડેટ કોલિંગ, એસએમએસ અને પ્રતિદિવસે 0.15 જીબી ડેટા આપવામાં આવશે.
No comments:
Post a Comment