સાઉથ કોરિયાની ટોચની મોબાઇલ નિર્માતા કંપની સેમસંગે હાલમાં પોતાના બજેટ સ્માર્ટફોનની કિંમતો ઓછી કરી છે. હાલમાં કંપનીના મોડલ Galaxy J7 Prime અને Galaxy J5 Primeની કિંમતો ઓછી કરવામાં આવી છે. આ બંને સ્માર્ટફોન્સને લોન્ચ કિંમતથી 2000 રૂપિયા ઓછી કિંમતે ખરીદી શકશો. Galaxy J5 Primeમાં 5 ઈંચની HD ડિસ્પ્લે છે અને તે 12,990 રૂ.માં મળી રહ્યો છે. Galaxy J7 Primeમાં 5.5 ઈંચની ફુલ એચડી ડિસ્પ્લે છે અને તે 14,990 રૂપિયામાં મળી રહ્યો છે.
સેમસંગના આ બંને સ્માર્ટફોન પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ થયા હતા. બંને સ્માર્ટફોન્સલમાં 32GB વેરિયન્ટની કિંમત ક્રમશઃ 14,990 અને 16,990 રૂપિયા હતી. આ વર્ષે બંને સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડ માર્શમેલો આપવામાં આવી છે.
શું છે ખાસિયત?
- બંને સ્માર્ટફોનમાં 3GB રેમ અને 32GBની ઈન્ટરનલ મેમરી છે.
- Galaxy J7 Primeમાં 1.6GHzનું પ્રોસેસર
- Galaxy J7 Primeમાં મોટી બેટરી છે, જે 3,300mAhની છે.
No comments:
Post a Comment