જિઓ ફોનના લોન્ચિંગ બાદ ટેલિકોમ વર્લ્ડમાં વોર શરૂ થઈ છે. જિઓની જેમ જ બીજી કેટલીક ટેલિકોમ કંપનીઓ 2000 રૂપિયાથી ઓછી કિંમતના મોબાઇલ તૈયાર કરી રહી છે. જેમાં એરટેલ પોતાના VOLTE ટેકનિક પર ચાલનાર ફોન 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં 4 G ટેકનોલોજી સાથે લોન્ચ કરી શકે છે.
આ ફોન ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં લોન્ચ કરી શકાય છે. સાથે જ બીજા સપ્તાહમાં આ બુકિંગ માટે ઉપલબ્ધ થઇ જશે. જો કે, એરટેલે આ અંગેની કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી. ચર્ચા પ્રમાણે આ ફોનમાં 4 ઇંચનો ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. જે ટચ સક્રિનથી સજ્જ હશે. આ સાથે ફોનમાં 1 GB રેમ, ક્વાડકોર પ્રોસેસર, 1600 એમએએચની બેટરી અને કેમેરો આપવામાં આવી શકે છે.
જિઓ ફોનની ખાસ વાતો
- 2.4 ઇંચની સ્ક્રિન છે
- બે કેમેરા
- બેક કેમેરા 2.0 મેગાપિક્સલનો
- ફ્રન્ટ એટલે કે સેલ્ફી કેમેરો VGA છે
- 2000 એમએએચ બેટરીથી આવે છે
- 512 એમબીની રેમ
- 4 GB ઇન્ટરનલ મેમોરી છે, જેને મેમરી કાર્ડ લગાવી 128 GB સુધી વધારી શકાય છે.
No comments:
Post a Comment