ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં પહેલી ઓક્ટોબરે કરમસદ ખાતેથી ભાજપની ‘ગુજરાત ગૌરવ યાત્રા’નો પ્રારંભ થઈ ગયો છે. યાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૃપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. ‘હું વિકાસ છું, હું છું ગુજરાત’ના નારા સાથે શરૂ થનારી આ યાત્રા બીજી ઓક્ટોબરે પોરબંદરથી શરૂ થશે. ભાજપના પ્રદેશ પ્રમુખે કહ્યું કે, સાડા છ કરોડ ગુજરાતીઓની અસ્મિતા, ખમીર અને ગૌરવની આ યાત્રા છે. ગુજરાતના દરેક વર્ગનો જે વિકાસ થયો છે તે ઉડીને આંખે વળગે એવો છે. દેશ અને દુનિયાએ ગુજરાતના વિકાસ મોડેલને સ્વીકાર્યું છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં મુખ્યત્વે બે યાત્રાઓ નીકળવાની છે. પહેલી ગુજરાત ગૌરવ યાત્રા મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તથા બીજી ગુજરાત ગૌરવ યાત્રા સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં નીકળનાર છે.
પહેલી ઓક્ટોબરે કરમસદથી પ્રારંભ થતી મધ્ય અને ઉત્તર ગુજરાતની “ગુજરાત ગૌરવ યાત્રા”-1 નું નેતૃત્વ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ તેમજ બીજી ઓક્ટોબરે પોરબંદરથી પ્રારંભ થતી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી પસાર થનાર “ગુજરાત ગૌરવ યાત્રા”-2 નું નેતૃત્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી કરશે. મુખ્યમંત્રી એકાંતરે દિવસે વારાફરતી બંને યાત્રામાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રના મંત્રીઓ તેમજ રાષ્ટ્રીય ભાજપ સંગઠનના વિવિધ પદાધિકારીઓ આ યાત્રા દરમ્યાન જોડાશે.
અમિત શાહના ભાષણની હાઇલાઇટ્સ :
- ગુજરાત ભાજપના દરેક કાર્યકર્તાને મારી વિનંતી છે કે ગામેગામ જઈને કમળને મજબૂતીથી ખીલાવો
- બીજેપીનો કાર્યકર્તા નિયમ લઈને જાય કે ગુજરાતની ચૂંટણીમાં બીજેપી જ આવશે
- નરેન્દ્રભાઈ દિલ્હીમાં છે જ્યારે વિજયભાઈ ગુજરાતમાં છે ત્યારે વિકાસનો ગ્રોથ ડબલ એન્જિનથી થઈ રહ્યો છે
- મુંબઈ-ગુજરાત કોરિડોરનો મોટો ફાયદો ગુજરાતને થયો છે.
- રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ, એઇમ્સ, નર્મદાની મંજૂરી, શહેરી ગરીબો ઘર જેવો ફાયદો થયો છે.
- કોંગ્રેસ જ્યારે કેન્દ્રમાં હતી ત્યારે દસ વર્ષ સુધી ગુજરાતને ભારે અન્યાય કર્યો છે.
- ભાજપની સરકારમાં માથાદીઠ આવક લાખ રૂ. કરતા વધારે છે જ્યારે કોંગ્રેસના રાજમાં 13,665 રૂ. હતી.
- કોંગ્રેસના રાજ્યમાં ડોક્ટરોની સંખ્યા 26 હજારની આસપાર હતા જ્યારે આજે સરકાર પાસે 61 હજાર જેટલા ડોક્ટરો છે
- ભાઈ રાહુલ, તમે અમારી પાસે વિકાસની
- જે દિવસે મતગણતરી થશે એ દિવસે વિકાસની મજાક ઉડાવનારાઓની મજાક ઉડશે
- કોંગ્રેસે સરદાર સાહેબની મજાક ઉડાવી છે.
- કરમસદમાં વલ્લભભાઈ પટેલની પ્રતિમાન શ્રદ્ધાંજલિ
No comments:
Post a Comment