ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે સર્વાધિક 53 રન બનાવ્યા હતા. સ્ટોઇનિસે 46 અને હેડે 42 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી અક્ષર પટેલે 10 ઓવરમાં 38 રન આપી 3 વિકેટ અને જસપ્રીત બુમરાહે 51 રનમાં 2 વિકેટ લીધી હતી. ભારતે પ્લેઇંગ ઈલેવનમાં 3 અને ઓસ્ટ્રેલિયાએ 1 ફેરફાર કર્યો છે. 5 મેચની શ્રેણીમાં ભારત 3-1થી આગળ છે.
ઓસ્ટ્રેલિયાએ કર્યો 50 ઓવરમાં 242નો સ્કોર
- 10 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 60/0
- 11.3 ઓવરે ભારતને મળી પ્રથમ સફળતા, ફિન્ચ 32 રન બનાવી પંડ્યાની ઓવરમાં થયો આઉટ
- 19.1 ઓવર વોર્નરના 50 રન પૂરા, તે પછીના બોલે સ્મિથ 16 રને આઉટ, કેદાર જાધવને મળી વિકેટ
- 22.2 ઓવર વોર્નર 53 રન બનાવી આઉટ, સ્કોર 112/3, અક્ષર પટેલને મળી સફળતા
- 24.2 ઓવર હેન્ડસકોમ્બ 13 રન બનાવી આઉટ, સ્કોર 118/4, અક્ષર પટેલને મળી વિકેટ
- 31મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ 150 રન પૂરા કર્યા
- 41.2 ઓવરમાં 200 રનનો આંક વટાવ્યો
- 43મી ઓવરમાં 205 રનના સ્કોરે હેડ 42 રન કરી અક્ષર પટેલની ઓવરમાં બોલ્ડ થતાં 5મી વિકેટ ગુમાવી
- 44.2 ઓવર સ્ટોઇનિસ 46 રનના સ્કોરે બુમરાહનો શિકાર બનતાં ઓસ્ટ્રેલિયાએ 210 રને છઠ્ઠી વિકેટ ગુમાવી
- 49મીઓવરમાં મેથ્યુ વેડ 20 રને આઉટ થયો ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 237 રન હતો
- 50મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટ ગુમાવી 242 રનનો સ્કોર બનાવ્યો.
બંને ટીમો આ મુજબ છે
ભારત: અજિંક્ય રહાણે, રોહિત શર્મા, વિરાટ કોહલી, કેદાર જાધવ, મનિષ પાંડે, મહેન્દ્રસિંહ ધોની, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ
ઓસ્ટ્રેલિયા: ડેવિડ વોર્નર, એરોન ફિન્ચ, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, પીટર હેન્ડ્સકોમ્બ, સ્ટોઇનિસ, મેથ્યૂ વેડ, પેટ કમિન્સ, નાથન કુલ્ટર નાઇલ, એડમ ઝમ્પા, જેમ્સ ફોક્નર
No comments:
Post a Comment