- +5
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શું કહ્યું?
- આ એ ભૂમિ છે જ્યાંથી સરદારે આજના ભારતને એક કરવાની શરૂઆત કરી હતી આજે ત્યાંથી જ ભાજપ ગુજરાત ગૌરવ યાત્રાની શરૂઆત કરી રહી છે.
- કોંગ્રેસ ભાજપ પાસેથી વિકાસનો હિસાબ માંગે છે પરંતુ ગુજરાત તમારી 3 પેઢીઓએ ગુજરાતને કરેલા અન્યાયનો હિસાબ માંગે છે.
- ભાજપના કમળને ગુજરાતમાં ફરી એકવાર મજબૂત રીતે ખીલવવાની જવાબદારી ભાજપના કાર્યકર્તાઓની છે.
- ગૌરવ યાત્રા ભાજપને પ્રચંડ બહુમતિ અપાવશે.ગુજરાતનો વિકાસ કોઇ અટકાવી શકશે નહીં.
CM રૂપાણીએ શું કહ્યું
- સરદાર પટેલને કોંગ્રેસે ક્યારેય આગળ આવવા દીધા નહિ, નહેરુ કુટુંબે હંમેશા સરદારને દૂર રાખ્યા.
- કોંગ્રેસે સરદાર, આંબેડકર, સાવરકર અને સુભાષચંદ્ર બોઝને હાંસિયામાં ધકેલીને પરિવારને જ મહત્વ આપ્યું
- કોંગ્રેસ ભલે વિકાસને મજાક ગણે, અમે વિકાસને મિજાજ ગણીએ છીએ.
- જે ખેડૂતોને કોંગ્રેસે ગોળીઓ મારેલી તે વળી ક્યાં મોઢે ખેડૂતોની વાત કરે છે? લાઠીચાર્જ કરનારાના મોઢામાં ખેડૂતોની વાત શોભતી નથી
જીતુ વાઘાણી
- 2002 માં થયેલી ગૌરવ યાત્રાને ડહોળવાનો પ્રયત્ન કોંગ્રેસે કરેલો અને આજે પણ પરિસ્થિતિ એ જ છે. કોંગ્રેસનો સ્વભાવ જ આ રહ્યો છે
- ગુજરાત ગૌરવ યાત્રા એ કોંગ્રેસની અંતિમ યાત્રા બની જવાની છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
- मुझे देश चलाना नहीं है, देश बदलना है -આ સૂત્ર નરેન્દ્ર મોદીએ આપ્યું. વિકાસના મોડેલની રચના કરી.
- સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્નોને પૂર્ણ કરવાનું કાર્ય ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે.
- રાહુલ ગાંધી યુવાન છે કે બાળકબુદ્ધિ એ જ ખબર નથી પડતી. રાહુલ પાસે દેશનો વિકાસ કરવા જેટલી કોઈ માનસિક પરિપક્વતા નથી
આનંદીબેન પટેલ
આજે સમગ્ર રાજ્યની અંદર દરેક ઘર સુધી વીજળી પહોંચી છે, આનું નામ વિકાસ કહેવાય.
પ્રદેશ ભાજપ અધ્યક્ષે ગઈકાલે રૂપરેખા આપી હતી
અંગે ભાજપના અધ્યક્ષ જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આણંદ, પાદરા, કરજણ અને ડભોઈ ખાતે સભા યોજવામાં આવશે અને બાર સ્થાનો પર સ્વાગત કરવામાં આવશે. બે જિલ્લાની વિધાનસભા બેઠકોને આવરી લઈ 130 કિલો મીટરનો પ્રવાસ ખેડવામાં આવશે. બન્ને સ્થળે મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે.
No comments:
Post a Comment