દિવાળીની સીઝન પર સ્માર્ટફોન ખરીદવા માટે ગ્રાહકોને તો બલ્લે-બલ્લે. ફોન બનાવતી કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે જુદી-જુદી ઓફરનો વરસાદ કરી રહી છે ત્યારે રિલાયન્સ જિયોએ તો પોતાની ‘સી’ સીરીઝના સ્માર્ટફોનના ભાવમાં 50% સુધીની છૂટ આપવાની જાહેરાત કરી છે. એટલે કે જિયો સ્માર્ટફોન હવે માત્ર અડધી કિંમતમાં મળશે.
રિલાયન્સ જિયોએ પોતાની એલવાઇએફ ‘સી’ સીરીઝના બે સ્માર્ટફોન પર એક ખાસ ઓફરની જાહેરાત કરી છે તેના લીધે તેની કિંમત ઘટીને અડધી રહેશે. કંપનીએ કહ્યું છે કે મર્યાદિત સમયની આ ઓફર 22 ઑક્ટોબર સુધી જ ઉપબલ્ધ રહેશે.
કંપનીના જણાવ્યાનુસાર આ ઓફર અંતર્ગત LYF-C 459 (એમઆરપી રૂ.4699)નો ભાવ 2392 રૂપિયા અને LYF-C 451 (એમઆરપી રૂ.4999)નો ભાવ 2692 રૂપિયા હશે. આ હેન્ડસેટ જિયોની કેટલીક સર્વિસીસની સાથે મળશે. જો કે ગ્રાહકોએ મોબાઇલ ફોનનો બજાર ભાવ જ ચૂકવવો પડશે પરંતુ તેણે 2307 રૂપિયાનો વધારાનો લાભ મળશે.
આ ફાયદામાં 99 રૂપિયાની જિયો પ્રાઇમ મેમ્બરશીપ, 399 રૂપિયાનો 84 દિવસનો વેલિડિટીવાળો પ્લાન અને આવતા 9 રિચાર્જ પર પ્રતિ રિચાર્જ 5જીબી ડેટાનું વાઉચર મળશે, તેની કિંમત પ્રતિ વાઉચર 201 રૂપિયા છે. જો કે તેના માટે ગ્રાહકને 149 રૂપિયાથી વધુનું રિચાર્જ કરાવું પડશે.
No comments:
Post a Comment