રિલાયન્સ જિયો સતત નવા નવા પ્લાન્સ લાવીને મોબાઈલ યુઝર્સને પોતાની તરફ ખેંચી રહ્યું છે. આ વચ્ચે હવે રિલાયન્સ જિયોએ પોતાના યુઝર્સને ઝટકો આપવાની તૈયારી કરી છે. હવે કંપની એવા યુઝર્સ પર નજર રાખી રહી છે જે એક દિવસમાં 300થી વધુ કૉલ્સ કરે છે.
જી હા, હવે રિલાયન્સ જિયો પણ અન્ય કંપનીઓ જેમ જ ડેઈલી લિમિટને લાગૂ કરી શકે છે. જેમ કે બીજી કંપનીઓમાં એક દિવસમાં 300 કૉલ અને સંપૂર્ણ સપ્તાહમાં 1200 કૉલ્સથી વધુ ફ્રી કૉલ નહીં કરી શકો, અને જો કરો છો તો તેની માટે તમારે ચાર્જ આપવો પડશે.
હાલમાં જિયોની નજર એવા યુઝર્સ પર જ છે જે લોકો તેનો કમર્શિયલ ઉપયોગ કરી રહ્યાં છે. જો તમે પણ આ નંબરનો કમર્શિયલ ઉપયોગ કરી રહ્યાં છો તો તમારા નંબર પર પણ આ લિમિટ લાગૂ પડી શકે છે. જો તેનાથી બચવા માંગતા હોવ તો તમારે આ નંબરનો કમર્શિયલ ઉપયોગ બંધ કરવો પડશે. કમર્શિયલ ઉપયોગ કરવા પર કંપનીની પાસે ફ્રી કૉલિંગ બંધ કરવાનો અધિકાર છે.
રિલાયન્સ જિયોએ પોતાના 4G ફીચર ફોનની ડિલીવરી કરવાની શરૂ કરી દીધી છે. આ ફોનને કંપની ફ્રીમાં આપી રહી છે, પરંતુ તેના માટે એક શરત છે કે 1500 રૂપિયાની સિક્યોરિટી આપવાની રહે છે. આ સિક્યોરિટી 3 વર્ષ બાદ પરત કરવામાં આવશે. સંપૂર્ણ સિક્યોરિટી પરત લેવા માટે ફોનમાં દર વર્ષે ઓછામાં ઓછું 1500 રૂપિયાનું રિચાર્જ કરવાનું રહેશે અને ત્યારે જ તમને 1500 રૂપિયા સિક્યોરિટીના પરત મળશે.
Tags: RELIANCE JIO RELIANCE JIO PHONE, JIO RECHARGE, JIO CALL UNLIMITED, JIO FON FREE, JIO BOOKING, JIO UNLIMITED NET
No comments:
Post a Comment