શ્રીનગરઃ શ્રીનગરમાં 182 બટાલિયન બીએસએફ કેમ્પ પર વહેલી સવારે 4.30 કલાકે આત્મઘાતી હુમલો થયો છે. 3-4 આતંકીઓ કેમ્પની એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગની અંદર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એક આતંકી ઠાર થયો છે, જ્યારે 3 જવાન ઘાયલ થયા છે. આતંકીઓ જે બિલ્ડિંગમાં છે તેને સેનાએ ઘેરી લીધી છે. આતંકીઓ દ્વારા કરવામાં આવતા ફાયરિંગનું સેના જવાબ આપી રહી છે.
આ કેમ્પ શ્રીનગર એરપોર્ટની એકદમ નજીક છે. હુમલા બાદ સુરક્ષાના કારણોસર એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત અહીંયાથી ટેકઓફ અને લેન્ડિંગ કરતી તમામ ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે.
No comments:
Post a Comment