રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 148મી જયંતીએ આજે સમગ્ર દેશ અને વિદેશેમાં શ્રદ્ધાંજલી અર્પવામાં આવી રહી છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજઘાટ ગયા હતા અને મહાત્વાને શ્રદ્ધાંજલી અર્પી હતી. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પણ રાજઘાટ જઈ ગાંધીજીને શ્રદ્ધા-સુમન અર્પણ કર્યા હતાં.
આ ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ રાજઘાટ જઈ રાષ્ટ્રપિતાના શ્રદ્ધાજંલી અર્પી હતી. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ રાજઘાટના પાર્કિંગ એરિયામાં સવારે 8.40 વાગે મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યુમં હતું.
દેશના બીજા વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનો પણ આજે જન્મ દિવસ હતો. તેઓ પ્રસિદ્ધ ભારતીય નેતા, મહાન સ્વાતંત્ર્ય સેનાની અને જવાહરલાલ નેહરુ પછી બીજા વડાપ્રધાન હતાં. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને શાસ્ત્રીજીને સંભાર્યા હતાં. લાલ બહાદુર શાસ્ત્રીએ જ જય જવાન, જય કિસાન સૂત્ર આપ્યું હતું.
No comments:
Post a Comment