નોટબંધીથી અર્થતંત્રને પ લાખ કરોડનો ફાયદો - Gujarati News Center

Gujarati News Center

A lending news, Gujarati Samachar, Politics news, job update, India news, technology, Trick &tips all gujarat news paper.

Breaking

Jadav Vijay K

Monday, 2 October 2017

નોટબંધીથી અર્થતંત્રને પ લાખ કરોડનો ફાયદો


સરકારના આંતરિક વિશ્લેષણ રિપોર્ટમાં ખુલાસોઃ ટેકસ આધાર વધ્યોઃ ડિજીટલ વ્યવહારો વધ્યાઃ બેન્ક ડિપોઝીટ વધીઃ હાઉસીંગ સેકટરમાં પણ મજબુતી આવીઃ હાલ અર્થતંત્રમાં ૧૪.ર લાખ કરોડની નોટ ચલણમાં છેઃ જે તમામ વ્યવહારો પુરા કરવા માટે કાફી હોવાનો મત

  નવી દિલ્હી તા.રપ : કાળા નાણા ઉપર લગામ અને ડિજીટલ ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહન આપવા માટે પ૦૦ અને ૧૦૦૦ રૂ.ની જુની નોટોનુ ચલણ બંધ કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પગલાથી દેશના અર્થતંત્રને લગભગ પ૦૦૦ કરોડ રૂપિયાનો લાભ થયો છે. સરકારના એક ઉચ્ચકક્ષાના આંતરિક વિશ્લેષક રિપોર્ટમાં આ મુજબ જણાવાયુ છે.
   મેઇલ ટુડેને મળેલા રિપોર્ટ મુજબ ગત ૮ નવેમ્બરે પીએમએ અચાનક લીધેલા આ ફેંસલા વખતે અર્થ વ્યવસ્થામાં લગભગ ૧૭.૭૭ લાખ કરોડ રૂપિયાના મૂલ્યની નોટો ચલણમાં હતી તો મે ર૦૧૭ આવતા-આવતા ઉપયોગમાં લેવામાં આવી રહેલી ચલણી નોટોનું મૂલ્ય લગભગ ૧૯.રપ લાખ કરોડ સુધી પહોંચી ગયુ છે.
   જો કે અહી મહત્વની વાત એ છે કે આ એપ્રિલના અંતમાં આરબીઆઇ તરફથી જારી આંકડા મુજબ કુલ ૧૪.ર લાખ કરોડની નોટ ચલણમાં છે. આનો અર્થ એ થયો કે,અત્યારે અર્થતંત્રમાં રોકડની મોજુદગી નોટબંધી ન કરવાની હાલતના મુકાબલે લગભગ પ લાખ કરોડ રૂપિયા ઓછી છે.
   આનાથી એ પણ જાણવા મળે છે કે લોકો પાસે રહેલી રોકડની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. જો કે આ પ્રકારે ઘરમાં પડેલા પૈસાનો અર્થ વ્યવસ્થાના વિકાસમાં કોઇ ફાળો નથી હોતો એવામાં તેની સંખ્યામાં ઘટાડો દેશ માટે ફાયદેમંદ છે.
   રિપોર્ટ મુજબ નોટબંધીના બીજા ફાયદામાં ટેકસ આધારને વધારવોડિજીટલ લેવડ-દેવડમાં વધારોબેન્ક ડિપોઝીટમાં વધારો અને હાઉસીંગ સેકટરમાં મજબુતી પણ સામેલ છે.
   નોટબંધી બાદ વિકલ્પે નોટો નહી આવતા લાખો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. પીએમએ નોટબંધી વખતે કહ્યુ હતુ કેઆ પગલુ કાળુ નાણુ અને નકલી નોટો ઉપર લગામ લગાવવાની સાથે ત્રાસવાદીઓને થતુ ફંડીંગ સમાપ્ત કરવા લેવાયુ છે.
   સરકારના આ રિપોર્ટમાં જણાવાયુ છે કેઅર્થ વ્યવસ્થામાં અત્યારે ૧૪.ર લાખ કરોડ રૂપિયાની નોટ ચલણમાં છે કે જે તમામ ટ્રાન્ઝેકશન પુરા કરવા માટે કાફી છે. એવુ પણ અનુમાન છે કે નોટબંધીના કારણે ભારતની આયકર ક્ષેત્રની આવક બે વર્ષમાં વધીને ડબલ થઇ જશે. ર૦૧૬-૧૭ના સેલ્ફટેક્ષ એસેમેન્ટ ફોર્મ ભરવાવાળા લોકોની સંખ્યામાં ર૩.૮ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. સરકારનું માનવુ છે કેઆ વૃધ્ધીમાં ૧૦ ટકાનો વધારો નોટબંધીને કારણે થયો છે.
   રિપોર્ટ અનુસાર નોટબંધીનો સૌથી મોટો ફાયદો એ થયો કે લોકો ડિજીટલ વ્યવહારો કરતા થયાવર્ષ-ર૦૧૬-૧૭માં કુલ ૩૦૦ કરોડ ડિજીટલ ટ્રાન્ઝેકશન નોંધાયા હતા. હવે ર૦૧૭-૧૮માં જો આવુ જ ચાલુ રહ્યુ તો ડિજીટલ ટ્રાન્ઝેકશનની સંખ્યા વધીને રપ૦૦ કરોડ થઇ જશે.
   પેટીએમએસબીઆઇ બડી અને ફ્રી ચાર્જ વગેરે મોબાઇલ વોલેટ થકી હજુ પણ ર૦૦ કરોડની લેવડ-દેવડ થઇ રહી છે તો ભીમ એપ લોન્ચ થયા બાદ પ મહિનામાં બે લાખ લોકોએ તેને ડાઉનલોડ કરી છે. અભ્યાસ અનુસાર ભીમ અને યુપીઆઇ પેમેન્ટ ગેટ-વે થકી રોજ ૧૪૦ કરોડની લેવડ-દેવડ થઇ રહી છે. ડિજીટલ કાર્ડનો ઉપયોગ પણ વધ્યો છે. ર૦૧પ-૧૬માં જયાં ડેબીડ કાર્ડથી ૧૧૭ કરોડના વ્યવહાર થયા અને મૂલ્ય ૧.પ૮ લાખ કરોડનું હતુ તો ર૦૧૬-૧૭માં તે વધીને ર૪૦ લાખ કરોડ ડેબીટ કાર્ડ ટ્રાન્ઝેકશન થયા અને જેનુ મુલ્ય ૩.૩ લાખ કરોડ રૂપિયા હતુ.(૩-૧)

No comments:

Post a Comment