કેન્દ્રીય કર્મચારીઓ માટે ફરી એક વખત ખુશીના સમાચાર આવી શકે છે. તેમના પગારમાં હજુ વધારો થઇ શકે છે. જો બધું જ સમુસૂતરું રહ્યું તો આવતા વર્ષે કર્મચારીઓને આ ગિફ્ટ મળી શકે છે. નેશનલ અનામલી કમિટી (એનએસી) કેન્દ્રીય કર્મચારીઓના ન્યૂનતમ બેઝિક વધારવાની માંગને લઇને આ મહિને એક મીટિંગ કરી શકે છે. સરકારે સાતમા પગારપંચની ભલામણ મુજબ થોડાંક મહિના પહેલાં જ કેન્દ્રીય કર્મચારીઓને લઘુતમ વેતન 7000 રૂપિયાથી વધારીને 18000 રૂપિયા કરી દેવાયું હતું. જો કે ફિટમેંટ ફેકટર જો વધારીને ત્રણ ગણું થઇ જાય છે તો લઘુતમ વેતન 21000 રૂપિયા મહિને થશે. સરકાર દ્વારા કરાયેલા આ વધારાથી કેન્દ્રીય કર્મચારી ખુશ નથી અને તેમનું કહેવું છે કે અમારી માંગણી લઘુતમ વેતન 26000 રૂપિયા કરવાની હતી. આ અમારી માંગણી ઘણી ઓછી છે. હવે નેશનલ અનામલી કમિટી ન્યુનતમ વેતન પર ઑક્ટોબરમાં ચર્ચા કરશે અને યુનિયન કેબિનેટની સામે તેને રજૂ કરતાં પહેલાં ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેંડેચરથી સ્વીકૃતિ લેશે.
સરકાર ફિટમેંટ ફેકટરને વધારવા જઇ રહ્યું છે. ફિટમેંટ ફેકટરને વધારીને ત્રણ ગણો કરશે તે લગભગ નક્કી થઇ ગયું છે. હાલના સમયમાં ફિટમેંટ ફેકટર 2.57 છે. હવે ફિટમેંટ ફેકટર 3 ગણો થયા બાદ લઘુતમ વેતન 21000 રૂપિયા થઇ જશે, જે અત્યાર સુધી 18000 રૂપિયા કરવાનો નિર્ણય કરાયો હતો. જો એનએસીની મીટિંગમાં બધું જ ઠીક રહ્યું તો કેન્દ્રીય કર્મચારીઓને જાન્યુઆરી 2018થી વધેલો પગાર મળવા લાગશે. જો કે આ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી માંગણી 26000થી ઓછો હશે પરંતુ 21000 રૂપિયા થવા પર પણ કર્મચારીઓને ફાયદો જ થશે.
કેન્દ્રીય મંત્રીમંડળે ગયા મહિને વધુ એક ટકા મોંઘવારી ભથ્થું (ડીએ) અને મોંઘવારી રાહત (ડીઆર)ને કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને રજૂ કરવાની મંજૂરી આપી દીધી હતી. ડીએ એક ઑક્ટોબરથી લાગૂ થઇ ગયો છે. સરકારે સ્પષ્ટતા કરી દીધી છે કે વધેલો પગાર એક જાન્યુઆરી 2018થી લાગૂ થશે.
No comments:
Post a Comment