ભાગેડુ માલ્યા કોર્ટની બહાર ‘આ’ શું બોલ્યો, જામીન મેળવવા ભર્યા રૂ.52 લાખ - Gujarati News Center

Gujarati News Center

A lending news, Gujarati Samachar, Politics news, job update, India news, technology, Trick &tips all gujarat news paper.

Breaking

Jadav Vijay K

Wednesday, 4 October 2017

ભાગેડુ માલ્યા કોર્ટની બહાર ‘આ’ શું બોલ્યો, જામીન મેળવવા ભર્યા રૂ.52 લાખ



ભારતની અગ્રણી બેન્કોને રૂ.9000 કરોડનો ચૂનો ચોપડનાર અને કિંગ ફિશરના માલિક એવા ભાગેડુ કિંગ વિજય માલ્યાની લંડનમાં મંગળવારે બીજીવાર ધરપકડ કરવામાં આવી હતી. જો કે ગણતરીની મિનિટોમાં જ તેમનો જામીન પર નાટકીય છુટકારો થયો હતો. આ અગાઉ એપ્રિલમાં પણ આવી જ રીતે માલ્યાને પકડવામાં આવ્યા હતા અને થોડી મિનિટોમાં જ જામીન પર છોડવામાં આવ્યા હતા. માલ્યા સામે વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટમાં મની લોન્ડરિંગનો કેસ ચાલી રહ્યો છે જેમાં તેમની ધરપકડ કરાઈ હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આ કેસ કરાયો છે. આ અગાઉ 18 એપ્રિલે માલ્યાની લંડનમાં જ ધરપકડ કરાઈ હતી અને ફક્ત 3 કલાકમાં જ જામીન પર છૂટી ગયા હતા. આ વખતે તેમની ધરપકડ કરાયા પછી ફક્ત અડધા કલાકમાં જ તેમનાં જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. જામીન મેળવવા માટે માલ્યાએ 60,000 પાઉન્ડનાં એટલે કે રૂ.52,10,394નાં બોન્ડ ભરવા પડયા હતા. કેસની વધુ સુનાવણી હવે 20 નવેમ્બરે હાથ ધરાશે. બ્રિટનની કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં ઈડીની માલ્યા સામેની ચાર્જશીટને કોગ્નિઝન્સ તરીકે ધ્યાનમાં લેવા તૈયારી દર્શાવી છે આથી માલ્યાનાં પ્રત્યાર્પણના કેસમાં પુરાવા વધુ નક્કર બનશે અને પ્રત્યાર્પણનો કેસ વધુ મજબૂત બનશે.
કોર્ટની બહાર બોલ્યો માલ્યા: કંઇ ખોટું નથી કર્યું
કોર્ટની બહાર મીડિયા સાથેની વાતચીતમાં માલ્યાએ કહ્યું કે તેમણે કશું જ ખોટું નથી કર્યું. તેણે પોતાની વિરૂદ્ધ આરોપોને ઘેરવાનું ષડયંત્ર ગણાવ્યું. માલ્યાએ કહ્યું કે હું કોઇ કોર્ટથી બચી નથી રહ્યો. જો કાયદાકીય અહીં ઉપસ્થિત થવું જરૂરી છે તો હું અહીં હાજર રહીશ. મેં મારા કેસને સાહિત કરવા માટે કેટલાંય પુરાવા આપ્યા છે.
CBI દ્વારા બે કેસ કરાયા છે
કિંગ ફિશર એરલાઈન્સ સામે ભારતીય બેન્કોએ રૂ.9000 કરોડની લોનની બાકી વસુલાતનો કેસ કર્યો છે. જેમાં સ્ટેટ બેન્કની આગેવાની હેઠળ 17 બેન્કો દ્વારા માલ્યાને કરોડોની લોન આપવામાં આવી હતી. આ લોન ભરપાઈ કરવામાં નિષ્ફળ ગયા પછી તેમને નાદાર જાહેર કરાયા હતા. આ પછી માલ્યા 2 માર્ચ 2016થી ભારતમાંથી ભાગી ગયા છે અને લંડનમાં રહે છે. સીબીઆઈએ તેમની સામે 2 કેસ કર્યા છે જેમાં એક આઈડીબીઆઈ બેન્કને લગતો અને બીજો સ્ટેટ બેન્ક અને તેનાં કોર્ન્સોશિયમ દ્વારા ધિરાણને લગતો છે.
લોનની રકમ બોગસ કંપનીઓ દ્વારા વિદેશોમાં સગેવગે કરતા ચાર્જશીટ રજૂ કરાશે
સીબીઆઈ અને ઈડીએ તાજેતરમાં માલ્યાએ 17 બેન્કો પાસેથી લીધેલી રૂ.6000 કરોડની લોનની રકમ બોગસ કંપનીઓ દ્વારા અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ તેમજ આઈલેન્ડમાં ટ્રાન્સફર કરીને સગેવગે કરી હોવાનું જણાયું હતું. બંને સંસ્થાઓ હવે આ અંગે માલ્યા સામે ચાર્જશીટ રજૂ કરીને તેને પુરાવા તરીકે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરશે. જેથી તેનું પ્રત્યાર્પણ ઝડપી બને.

No comments:

Post a Comment