કેન્દ્રીય ફાઈનાન્સ મંત્રી અરુણ જેટલીએ રવિવારે કહ્યું કે, જો ટેક્સનો સ્તર ભવિષ્યમાં રેવન્યુ ન્યૂટ્રલ પ્લસ પર પહોંચી જાય છે, એટલે કે નક્કી સીમાથી વધુ રાજસ્વ આવે છે, તો વસ્તુ તેમજ સેવા ટેક્સ (જીએસટી) સ્લેબ ઘટી શકે છે. જેટલીએ નેશનલ એકેડમી ઓફ કસ્ટમ્સ, ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ નારકોટિક્સ (NACIN)ના સ્થાપના દિવસ પર આ નિવેદન આપ્યુ છે. જેટલીના જણાવ્યા અનુસાર, જીએસટી પ્રણાલીના ટેક્સ સ્લેબ ત્યારે ઘટાડી શકાય છે, જ્યારે રાજસ્વ સીમા વધુ થઈ જશે.
રેવન્યુ ન્યૂટ્રલ ટેક્સ જીએસટીનો એ ટેક્સ છે, જેમાં ટેક્સ નિયમોમાં બદલાવ બાદ પણ ટેક્સના રૂપમાં સરકારને સમાન રાશિ મળશે. ફાઈનાન્સ મિનિસ્ટર જેટલીએ રવિવારે અહીં એક ઈવેન્ટમાં કહ્યું કે અમારી પાસે સુધારો કરવા માટે જગ્યા છે. જયાં સુધી સ્મોલ ટેકસપેયર્સની વાત કરવામાં આવે તો કમ્પલાયન્સ બોઝો ઓછો કરવા માટે સુધારાની જરૂરિયાત છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે 1 જુલાઈના રોજ દેશભરમાં તમામ અપ્રત્યક્ષ કરની જગ્યાએ નવી ટેક્સ પ્રણાલી જીએસટી લાગુ કર્યું હતુ. હાલ દેશમાં ચાર સ્લેબ એટલે કે, 5 ટકા, 12 ટકા 18 ટકા અને 28 ટકા છે. તેની સાથે જ જીએસટી લાગુ થવાના શરૂઆતના પાંચ વર્ષોમાં રાજ્ય સરકારોને થનારા રાજસ્વ ઘટાડાનું ભરપાઈ કરવા માટે કાર, પાણી કે પીણાંની બોટલ, તંબાકુ ઉત્પાદન જેવા લક્ઝરી સામાન પર અતિરિક્સ ટેક્સનું પણ પ્રાવધાન છે.
આ પહેલા 25 સપ્ટેમ્બરના રોજ જેટલીએ કહ્યું હતું કે, સરકાર આર્થિક વાતાવરણ બદલવા અને ભારતીય અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવાની દિશામાં કામ કરી રહી છે. આ સાથે જ તેમણે દેશના વિકાસ દરમાં ઘટાડાનો સ્વીકાર કર્યો હતો. જેટલીએ કહ્યું કે, ગત ત્રણ મહિનાને છોડીને વૃદ્ધિ દર સારો રહે છે, જ્યાં જીડીપીની વૃદ્ધિ દરમાં પણ ઘટાડો નોંધાયો છે. એપ્રિલ-જૂન દરમિયાન સેવા ક્ષેત્રમાં વૃદ્ધિ થઈ, પંરતુ ઉત્પાદનમા ઘટાડો જોવા મળ્યો છે. તેમણે કહ્યું હતું કે, આર્થિક વાતાવરણ બદલવા માટે જે પણ પગલા લેવાની જરૂર છે, તે નિશ્ચિત રૂપથી તેની પ્રક્રિયામાં છે.
ઉલ્લેખનીય છે કે, અરુણ જેટલીની આ ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે પૂર્વ ફાઈનાન્સ મંત્રી યશવંત સિન્હાએ પોતાની જ પાર્ટીની નેતૃત્વવાળી સરકારની વિરુદ્ધ મોરચો માંડ્યો છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાએ થોડા દિવસો પહેલા જ એક અખબારના લેખમાં અરુણ જેટલીને આડે હાથ લીધા હતા. સિન્હાએ કહ્યું હતું કે, જેટલી પોતાના પૂર્વ ફાઈનાન્સ મંત્રીઓની સરખામણીમાં બહુ જ ભાગ્યશાળી છે. તેમણે ફાઈનાન્સની બાગડોર તે સમયે હાથમાં લીધી, જ્યારે વૈશ્વિક સ્તર પર કાચા તેલની કિંમતોમાં ઘટાડાને કારણે તેમની પાસે લાખો-કરોડો રૂપિયાની આવક છે. પરંતુ તેમણે તેલમાં મળતા ફાયદાને પણ ગુમાવ્યું છે.
No comments:
Post a Comment