સરકારની 4 લાખ કર્મચારીઓને રીઝવવા દરખાસ્ત, ચૂંટણી પહેલાં મળી શકે છે પોતાનું ઘર. - Gujarati News Center

Gujarati News Center

A lending news, Gujarati Samachar, Politics news, job update, India news, technology, Trick &tips all gujarat news paper.

Breaking

Jadav Vijay K

Wednesday, 4 October 2017

સરકારની 4 લાખ કર્મચારીઓને રીઝવવા દરખાસ્ત, ચૂંટણી પહેલાં મળી શકે છે પોતાનું ઘર.



જિલ્લાઓમાં કર્મચારીઓને રાહતદરે ફ્લેટ આપવા નવી નીતિ તૈયાર કરવાની કવાયત સરકારે હાથ ધરી છે. આ અંગેની દરખાસ્ત હાલ સીએમઓ સુધી પહોંચી છે, મુખ્યમંત્રી મંજૂરી આપે એટલે તેની જાહેરાત કરવામાં આવશે. અગાઉ ગાંધીનગરમાં માત્ર બિનબદલીપાત્ર કર્મચારીઓને પ્લોટ ફાળવવાની નીતિ હતી પરંતુ તેના ઉપર સુપ્રિમ કોર્ટના સ્ટેને કારણે હવે ફાળવણી અટવાઇ છે ત્યારે બદલીપાત્ર અને જિલ્લાની કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને પણ તેનો લાભ મળે તે માટે સરકાર સર્વગ્રાહી નીતિ તૈયાર કરી રહી હોવાનું સૂત્રોનું કહેવું છે.

સરકારે તૈયાર કરેલી દરખાસ્ત

સરકારે તૈયાર કરેલી દરખાસ્ત મુજબ જિલ્લાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ એક સહકારી સોસાયટી બનાવી મકાન મેળવવા અરજી કરે તે પ્રમાણે મહેસૂલ વિભાગ રાહત દરે પ્લોટ ફાળવશે. સ્થાનિક સત્તામંડળ, નગરપાલિકા કે હાઉસીંગ બોર્ડ નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફ્લેટ બાંધી આપશે. જમીનની કિંમત, ફ્લેટની કિંમત સહિતની બાબતો નક્કી કરવાની કવાયત ચાલી રહી છે.

રાજ્ય સરકાર હસ્તકના સીધા કર્મચારીઓને નોકરીના જિલ્લામાં મકાન ન લેવું હોય તે વતનના જિલ્લામાં અરજી કરી શકે તેવી પણ જોગવાઇ રખાશે. તેમજ નોકરીમાં સળંગ 5 વર્ષ પુરા કર્યા હોય તેઓ મકાન માટે અરજી કરી શકશે. સૂત્રો મુજબ શહેરી વિસ્તારોમાં જમીન ઉપલબ્ધ ન હોય તેવા કિસ્સામાં શહેરથી નજીક સત્તામંડળ વિસ્તાર કે તેની આસપાસમાં મહેસૂલ વિભાગ પ્લોટ આઇડેન્ટીફાઇ કરશે અને તેના ઉપર ટાવર ટાઇપ ઇમારત બનાવીને ફ્લેટની ફાળવણી કરશે.
 
15 દિવસમાં દરેક વર્ગને રીઝવવાના પ્રયાસો

- મગફળીની તેમજ કપાસની ટેકાના ભાવે ખરીદી કરવા આગોતરી જાહેરાત
- પાટીદાર-બિન અનામત વર્ગની 58 જ્ઞાતિઓ માટે નિગમ અને આયોગ
- પાટીદારો પર થયેલા પોલીસ દમન સંદર્ભે તપાસ પંચની ઘોષણા
- પાટીદાર આંદોલન સંદર્ભે રજિસ્ટર થયેલા કેસ પાછા ખેંચવા જાહેરાત
- મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે ફિશીંગ હાર્બર
- બાકી રહેલા 16 બોર્ડ- નિગમના કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ
- વિદ્યા સહાયકોનો પગાર વધારાયો
- દિવાળીમાં બસોના સ્પેશિયલ ભાંડા
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, જમીન ઉપલબ્ધીની મર્યાદાને કારણે ફ્લેટનો નિર્ણય....

No comments:

Post a Comment