યુપીની સનસનીખેજ ઘટનાઃ હાઇવે પર બનેલી ઘટનાથી ખળભળાટઃ કાર રોકી મહિલાઓ ઉપર ગેંગરેપ આચરાયોઃ વિરોધ કરતા પરિવારના વડાની હત્યા : કારના બેઠેલા પુરૂષોને બંધક બનાવી ઉંધા સુવડાવી મહિલાઓ ઉપર દુષ્કર્મઃ લુંટફાટ પણ કરીઃ ૧૦ બદમાશોનું કારસ્તાન
બુલંદશહર તા.રપ : ઉત્તરપ્રદેશના બુલંદશહર હાઇવે ઉપર ફરી એક વખત એવી ઘટના બની છે જે રસ્તા પર મુસાફરી દરમિયાન સુરક્ષા પર ગંભીર સવાલ ઉભી કરી રહી છે. હાઇવે પર ગેંગરેપનો એક મામલો સામે આવ્યો છે. જેવર ક્ષેત્રના સાબોતા ગામ પાસે હાઇવે પર ગઇકાલે રાત્રે સશષા છ બદમાશોએ એક કારને રોકી હતી. આ કારમાં ૮ લોકો બેઠા હતા અને બધા જેવરથી બુલંદશહર જઇ રહ્યા હતા. બદમાશો પહેલા લુંટફાટ કરી, વિરોધ કરવા પર પરિવારના વડાને ગોળી મારી દીધી હતી. આરોપ છે કે બદમાશોએ પરિવારની ચાર મહિલાઓ ગેંગરેપ કર્યો હતો. બદમાશો ગયા બાદ પરિવારવાળા પોતાના વડાને હોસ્પિટલ લઇ જતા ત્યારે જ તેનુ મોત થયુ હતુ.આરોપ છે કે, બદમાશોએ કારમાંથી ૪૦,૦૦૦ રૂા. રોકડા, મોબાઇલ ફોન અને ઘરેણા લુંટી લીધા હતા. લુંટફાટ બાદ બદમાશોએ મહિલાઓના દુપટ્ટાથી પરિવારના પુરૂષોને બાંધી દીધા હતા અને ઉંધા સુવડાવી દીધા હતા.
તે પછી કારમાં બેઠેલી તમામ ચાર મહિલાઓને ખેતરમાં લઇ ગયા હતા. જયાં તેમના ઉપર ગેંગરેપ કર્યો હતો. પરિવારના મુખ્યા શકીલે બદમાશોનો વિરોધ કર્યો તો તેઓ તેમના બાળકોને ગોળી મારવા લાગ્યા હતા. શકીલે મહેનત કરી બદમાશોને હાથમાંથી બાળકનો જીવ બચાવ્યો હતો પરંતુ બદમાશોએ તેમને ગોળી મારી દીધી હતી. જાણવા મળે છે કે રાત્રે ૧-૩ર કલાકે બની હતી અને ર.૩પ કલાકે પોલીસને કોલ કરવામાં આવ્યો હતો.
કારના બંને ટાયરોમાં પંચર છે પરિવારના લોકોનું કહેવુ છે કે બદમાશો કશુ ખેંચતા ટાયર પંચર થઇ ગયા હતા. શકીલ અને તેનો પરિવાર જેવરના રહીશ છે અને બધા બુલંદશહર જતા હતા. પોલીસનુ કહેવુ છે કે, બદમાશોએ પરિવારને હથિયાર બતાવી બંધક બનાવ્યા હતા અને પછી લુંટફાટ શરૂ કરી હતી. પોલીસે મહિલા સભ્યોનુ મેડીકલ ચેકઅપ પણ કરાવ્યુ છે. પોલીસના કહેવા મુજબ જાન ગુમાવનાર શખ્સની માતા, બહેન,પત્નિ તથા ભાભી ઉપર ગેંગરેપ થયો છે એટલુ જ નહી ઘરનો પુરૂષોની સામે જ પરિવારની સામે જ મહિલાઓ ઉપર રેપ થયો હતો. આ ઘટનામાં દસ બદમાશો હોવાનુ કહેવાય છે. પોલીસના કહેવા મુજબ પીડિત પરિવાર હજુ આઘાતમાં છે.
No comments:
Post a Comment