Redmi 5A ફિચર્સ:
ફોનના ફિચર્સની વાત કરવામાં આવે તો આમાં 5 ઈંચની ડિસ્પલે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યૂશન 1280X720 પિક્સલનું છે. ફોનમાં 1.4 ગીગાહટ્ઝનું ક્વોડ કોર સ્નેપડ્રેગન 425 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનની સ્પીડ સારી રહે તે માટે આ સ્માર્ટફોનમાં 2GBની રેમ આપવામાં આવી છે. આની ઈન્ટરનલ મેમોરી 16GBની છે, જેને માઈક્રોએસડી કાર્ડ દ્વારા 128GB સુધી વધારી શકાય છે. ફોટોગ્રાફીની વાત કરીએ તો આમાં LED ફ્લેશ સાથે 13 એમપીનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે.
તે ઉપરાંત સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 5 એમપીનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોન કંપનીનો લેટેસ્ટ સોફ્ટવેર નોગેટ 7 પર કામ કરશે. તે ઉપરાંત ગૂગલના લેટેસ્ટ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ નોગેટ 7 પર કામ કરશે. ફોનમાં ક્નેક્ટિવિટી માટે ડ્યુઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત આમાં ઈનફ્રારેડ, એક્સીલિરેશન સેન્સર, ડિસ્ટેન્સ સેન્સર અને એમ્બિએન્ટ લાઈટ સેન્સર આપવામાં આવ્યા છે. આ ફોનની કિંમત 599 યૂઆન (લગભગ 6,000 રૂપિયા) રાખવામાં આવી છે.
No comments:
Post a Comment