જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ સમાજના દરેક વર્ગને માટે સરકારની તિજોરી માંથી કંઈકને કંઈ નીકળતું જાય છે. વેપારીઓ, ખેડૂતો, પાટીદારો બાદ હવે ગુજરાતના યુવાવર્ગને રીઝવવાનો સરકારે ચૂંટણીલક્ષી પ્રયાસ કર્યો છે.
જેના ભાગરૂપે સરકારે રાજ્યના શહેરોમાં મફત ઈન્ટરનેટ સુવિધા માટે સરકારે જાહેરાત કરી છે. અર્બન WIFI પ્રોજેકટ હેળ મફત ઈન્ટરનેટ સુવિધા આપવામાં આવશે. જે માટે પબ્લિક WIFI હોટસ્પોટ પ્રોજેકટ સરકાર દ્વારા કાર્યાન્વિત કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં આ યોજના હેઠળ 56 તાલુકાને આવરી લેવામાં આવશે.
દરેક શહેરમાં 7થી 10 WIFI ઝોન બનાવવામાં આવશે. હાલ પાટણ,મહેસાણા, સાણંદ, મોડાસામાં કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ડભોઈ, પોરબંદર, ગોંડલ, વઢવાણ અને વલસાડમાં પણ કામગીરી પ્રારંભિક તબક્કામાં શરૂ છે.
No comments:
Post a Comment