જો તમે પણ કોઇ WhatsApp ગ્રુપના એડમિન છો તો આ સમાચાર તમારા કામના છે, કેમકે હવે ગ્રુપના એડમિનને કેટલાક નવા પાવર્સ મળશે, જેના હેઠળ એડમિન નક્કી કરી શકશે કે ગ્રુપમાં સબ્સજેક્ટ, આઇકન અને ડિસ્ક્રિપ્શન કોણ બદલી શકશે અને કોણ નહી..
WhatsAppએ પોતાની નવી અપડેટ ગૂગલ પ્લે બીટાના વર્ઝન 2.17.387માં જોવા મળશે. આ સિવાય WhatsApp જાહેરાત કરી છે કે એક એવું ફિચર આવી રહ્યુ છે, જે હેઠળ ગ્રુપ બનાવનારને ગ્રુપમાંથી નીકાળી નહી શકાય.
ગૂગલ પ્લે સ્ટોરમાં આપેલા ડિસ્ક્રિપ્શન અનુસાર, ”WhatsApp પોતાના નવા વર્ઝનના ટેસ્ટિંગ પ્રોગ્રામ માટે તમને આમત્રિંત કરી રહ્યુ છે. એક ટેસ્ટર તરીકે તમને એક નવી અપડેટ મળશે. ખાસ કરીને ધ્યાન રાખો કે આ વર્ઝનમાં બગ હોઇ શકે છે અને આ વર્ઝન અનસ્ટેબલ પણ છે.” હાલમાં આ ફિચર બાકીના યૂઝર્સ માટે ઉપલબ્ધ નથી. આ સિવયા રિપોર્ટ્સ અનુસાર, WhatsApp ‘Delete for Everyone’પર કામ કરી રહ્યુ છે.
No comments:
Post a Comment