નોકિયા એક નવો એન્ડ્રોઈડ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. નોકિયાના સ્માર્ટફોન બનાવનાર કંપની એટલે એચએમડી ગ્લોબલે એક મિડ રેન્જ સ્માર્ટફોન Nokia 7 લોન્ચ કરી દીધો છે આ સ્માર્ટફોનમાં 5.2 ઈંચની ફુલ એચડી ડિસ્પલે આપવામાં આવી છે.
Nokia 7માં ક્વોલકોમ સ્નેપડ્રેગન 630 પ્રોસેસર સાથે 4GBની રેમ આપવામાં આવી છે. જોકે આને બે મેમોરી વેરિએન્ટ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. એકમાં 4GB રેમ સાથે 64GBની ઈન્ટરનલ મેમોરી આપવામાં આવી છે. જ્યારે બીજા વેરિએન્ટમાં 6GB રેમ સાથે 128GBની ઈન્ટરનલ મેમોરી આપવામાં આવી છે. માઈક્રોએસડી કાર્ડ દ્વારા આની મેમોરીને વધારી શકાય છે.
ફોટોગ્રાફી માટે આ સ્માર્ટફોન 16 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે, જેનું એપર્ચર f/1.8ની સેલ્ફી છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આમાં 5 એમપીનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
આ સ્માર્ટફોનની ખાસિયત તે છે કે, આમાં બોથી ફિચર આપવામાં આવ્યો છે. બોથી ફિચર નોકિયાના ફ્લેગશિપ સ્માર્ટફોન Nokia 8માં પણ આપવામાં આવ્યો છે, જેની કિંમત ખુબ જ વધારે છે. બોથી ફિચર હેઠળ એક સાથે ફ્રન્ટ અને રિયર કેમેરો એક સાથે કામ કરે છે, એટલે કે, તમે કોઈની સાથે પોતાની ફોટો ક્લિક કરી શકો છો તે માટે તમારે તેની તરફ જવું પડશે નહી અને રિયર કેમેરો તેની અને ફ્રન્ટ કેમેરો તમારી ફોટો એકસાથે ક્લિક કરશે.
આ સ્માર્ટફોનમાં 3,000mAhની બેટરી છે, આમાં એન્ડ્રોઈડ નોગેટ આપવામાં આવ્યો છે. જાકે, એચએમડી ગ્લોબલે સ્પષ્ટ કર્યું છે કે, આમાં ટૂંકમાં જ Android 8.0 Oreo નું અપડેટ આપવામાં આવશે.
હાલમાં Nokia 7ને ચાઈનિંઝ બજારમાં રજૂ કરવામાં આવ્યો હતો. અહી તેના 4GB રેમ વેરિએન્ટની કિંમત 2,499 યૂઆન (લગભગ 25,538 રૂપિયા) છે, જ્યારે 6GB રેમ વેરિએન્ટની કિંમત 2,699 યૂઆન (લગભગ 26,502 રૂપિયા) છે.
હાલમાં ભારતામાં નોકિયાના ત્રણ ઓન્ડ્રોઈડ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. (Nokia 8, Nokia 6 અને Nokia 5) તે ઉપરાંત કંપનીનું સૌથી પોપ્યુલર ફિચર ફોન Nokia 3310નું વર્ઝન પણ ભારતમાં મળી રહ્યો છે. હાલમાં જ એચએમડી ગ્લોબલ Nokia 3310નું 3G વેરિએન્ટ લોન્ચ કર્યું હતું. પરંતુ આને પસંદગીના માર્કેટમાં જ લોન્ચ કરવામાં આવ્યો હતો, જોકે ભારતમાં આવ્યો નથી.
Nokia 7 ભારતમાં ક્યારે લોન્ચ થશે તેની કોઈ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ નોકિયા માટે ભારત માટે એક બિગ અને મહત્વપૂર્ણ માર્કેટ છે. તેથી એવી આશા રાખવામાં આવી રહી છે કે, ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ કરવામાં આવી શકે છે.
No comments:
Post a Comment