PM મોદી: કેદારનાથ પર મારી ઑફરથી ડરી ગઇ હતી કૉંગ્રેસ - Gujarati News Center

Gujarati News Center

A lending news, Gujarati Samachar, Politics news, job update, India news, technology, Trick &tips all gujarat news paper.

Breaking

Jadav Vijay K

Friday, 20 October 2017

PM મોદી: કેદારનાથ પર મારી ઑફરથી ડરી ગઇ હતી કૉંગ્રેસ



વડાપ્રધાન નરેન્દ્ર મોદી છ મહિનામાં બીજી વખત બાબા કેદારનાથના કપાટ બંધ થવાના અવસર પર દર્શન માટે આજે કેદારનાથ પહોંચ્યા છે. કેદારનાથ શિવલિંગ પર તેમણે રૂદ્રાભિષેક કર્યો હતો. દર્શન બાદ તેઓ કેદારપુરીમાં એક જાહેરસભાને સંબોધન પણ કરશે. તેમજ અહીં પુનનિર્માણના અંદાજે 5 પ્રોજેક્ટની શરૂઆત પણ કરશે. બપોરે 12 વાગ્યાની આસપાસ તેઓ જોલીગ્રાંટથી દિલ્હી જવા રવાના થશે.
PM મોદીનું જનસંબોધન
વડાપ્રધાન મોદીએ જનસાભને સંબોધિત કરતાં કહ્યું કે આજથી કેટલીય જગ્યાએ શરૂ થયેલા નવા વર્ષ માટે તમને મુબારક. આજે ફરી એક વખત અહીંથી સંકલ્પબદ્ધ થઇન, નવી ઉર્જાને પ્રાપ્ત રીને પૂર્ણ પવિત્ર મનથી સંકલ્પના પ્રતિ હિન્દુસ્તાનીઓમાં ચેતના જગાવાની ભગવાન શિવ પાસે પ્રાર્થના કરું છું. કેદારનાથ આપત્તિને યાદ કરતાં કૉંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે હું આપત્તિ દરમ્યાન મારી જાતને રોકી શકયો નહીં અને અહીં આવતો હતો અને એ સમયની સરકારને પ્રાર્થના કરી હતી કે ગુજરાત સરકારને કેદારનાના પુન:નિર્માણનું કામ આપી દો. રૂમમાં પણ સહમતિ બની ગઇ પરંતુ બાદમાં દિલ્હી બેઠેલ સરકારે દબાણ બનાવ્યું અને મને આ સૌભાગ્ય મળ્યું નહીં. પરંતુ બાબાએ નક્કી કર્યું હતું કે આ કામ મારે જ કરવાનું છે. તમામ વિધિ વિધાનોનું પાલન કરતાં કેદારનું પુનર્નિર્માણ કેવી રીતે થશે તેનો ડ્રાફ્ટ તૈયાર કરશે. પુરોહિતોનું મકાન 3 ઇન 1 હશે. હિમાલયમાં પણ અલગ-અલગ જગ્યાએ જવા પર અલગ અનુભૂતિ થાય છે. હું હિમાલયમાં ખૂબ ફર્યો છું.
– સિક્કિમને આખા રાજ્યને ઑર્ગેનિક બનાવ્યું છે. આંતરરાષ્ટ્રીય માપદંડ સાથે કામ કરીને કેમેકિલ ફર્ટિલાઇઝર્સમાંથી મુક્ત કરી કામ કર્યું છે. દવામાંથી છુટકારો મેળવી ખૂબ જ સારું કામ કર્યું છે. બીડું ઉઠાવો ઉત્તરાખંડને ઑર્ગેનિક રાજ્ય બનાવો.
ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના પ્રદેશ અધ્યક્ષ અજય ભટ્ટના કહેવા મુજબ પીએમ મોદીની સભામાં આશરે 5000 શ્રદ્ધાળુઓ સામેલ થશે. જેમને રહેવા અને જમવાની વ્યવસ્થા કેદારનાથમાં કરવામાં આવી છે.
વડાપ્રધાન તરીકે બાબા કેદારનાથના દર્શન કરનારા મોદી ત્રીજા પીએમ છે. આ પહેલા ઈન્દિરા ગાંધી અને વીપી સિંહ પીએમ તરીકે અહીંયા આવી ચૂક્યા છે.
વર્ષ 2013મા કેદારનાથમાં પૂરે તબાહી મચાવી હતી. તે સમયે ઉત્તરાખંડમાં કોંગ્રેસ સરકાર હતી અને વિજય બહુગુણા મુખ્યમંત્રી હતા. તબાહી બાદ મોદી કેદારપુરીને તેમની રીતે વિકસિત કરવા માગતા હતા પરંતુ તત્કાલીન સીએમ વિજય બહુગુણાએ તેમનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. આ કારણે છ મહિના પહેલા મોદી જ્યારે કેદારનાથ ગયા હત ત્યારે બર્બાદીના નિશાન નજરોનજર નિહાળીને એક નવી કેદારપુરી બનાવવાનું નક્કી કરીને પરત ફર્યા હતા.
પીએમ નરેન્દ્ર મોદી કેદારનાથના દર્શન બાદ ધાર્મિક સ્થળના પુનનિર્માણ માટે જોડાયેલ કેટલીક યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. જેમાં મંદાકિની અને સરસ્વતી નદી પર બનેલા ઘાટ અને મંદિરની સુરક્ષા માટે બનેલી સુરક્ષા દિવાલ અને મંદિર સુધી જવાના રસ્તાનું ઉદ્ઘાટન કરશે.
આદિ શંકરાચાર્યએ કરાવ્યો હતો કેદારનાથ મંદિરનો જીર્ણોદ્ધાર
કેદારનાથ મંદિર ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે. કેદારનાથ મંદિર દ્વાદશ જ્યોતિર્લિંગમાં સામેલ હોવાની સાથે ચાર ધામ અને પંચ કેદારમાંથી પણ એક છે. અહીંયા પ્રતિકૂળ જળવાયુના કારણે આ મંદિર એપ્રિલથી નવેમ્બર મહિના સુધી દર્શન માટે ખુલે છે. પથ્થરોથી કત્યૂરી શૈલીમાં બનેલા આ મંદિરનું નિર્માણ પાંડવ વંશના જન્મેજયે કરાવ્યું હોવાનુ કહેવાય છે. આ સ્વયંભૂ શિવલિંગ અતિપ્રાચીન છે. આદિ શંકરાચાર્યએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.

No comments:

Post a Comment