ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધી જાહેર કર્યા બાદ પછી ભારતીય માર્કેટમાં અમલી બનેલ ચલણમાં આવેલી નવી 500 રૂ.ની નોટ છાપવાનું બંધ કરવા માટે સરકારે ફરમાન જાહેર કર્યું હોવાનું ધ્યાને આવ્યું છે. આવા સંજોગોમાં હવે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા હવે 500 રૂ.ની જગ્યાએ 200 રૂ.ની નવી નોટ છાપવા પર વધુ ધ્યાન આપશે તેવુ સુત્રો પાસેથી જાણવા મળ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેન્કના દેવાસ ખાતે આવેલ નોટ છાપવાના પ્રેસને 200 રૂ.ની 40 કરોડ નોટ છાપવાનું સુચન કર્યુ છે. આ નિર્ણય પાછળ સરકારનું માનવુ છે કે ભારતીય બજારમાં નવી જાહેર કરાયેલ 500 રૂ.ની નોટનો ફ્લો વધી ગયો છે જે હવે થોડો ઘટાડવાની ખાસ જરૂર છે. અત્યાર સુધી દેવાસ પછી નાસિકમાં પણ 500 રૂ.ની નોટ છાપવામાં આવતી હતી. આશરે 10 મહિના સુધી સતત 500 રૂ.ની નવી નોટ છાપવામાં આવી છે. હવે 500 રૂ.ની નોટો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે હવે નજીકના ભવિષ્યમાં વિશેષ કોઇ જરૂર નથી રહેવાની આવા કારણોસર વધુ નોટ છાપવાના પ્રિન્ટિંગ પર થોડો બ્રેક મારવાનો સરકારે નક્કિ કર્યુ છે.
તાજેતરમાં જાણવા મળેલ માહિતી મુજબ 200 રૂ.ની તેમજ 20 રૂ.ની નવી નોટ ભારત સરકારનાં ખાસ સરકારી પ્રેસમાં છપાવવાની શરૂઆત થઈ ગઇ છે. આ પછી 50, 10 તેમજ 1 રૂ.ની નોટનું પ્રિન્ટિંગ શરૂ કરવામાં આવશે. અને નજીકનાં ભવિષ્યમાં આ તમામ નવી નોટ ભારતીય બજારમાં જોવા મળશે.
No comments:
Post a Comment